અવધૂત ચિંતન શ્રી ગુરૂદેવ દત્ત
દૈવજ્ઞ સમાજનાં સર્વે બાંધવોનુ અભિવાદન કરતા સુરત દૈવજ્ઞ સમાજનો પરિચય આપતા આનંદ થાય છે.
આમતો સુરત શહેતમાં આપણા દૈવજ્ઞ બાંધવો રાજા રજવાડાઓના સમય થીજ રહેતા આવેલ છે, પરંતુ સમાજના પરિવારની સંખ્યા ઓછી હોય અને સુરત સમાજનું કોઇ સંઘઠન પણ ન હતું. સુરત સમાજનું વિધીવત સંઘઠન ઇ.સ. ૧૯૭૯ માં સુરત દૈવજ્ઞ સમાજના નામે કરવામા આવ્યું હતું. જેના દ્વારા સમુહ જનોઇ બદલવાનો કાર્યક્રમ, મૂત્યુ ફંડ, શિક્ષણ ફંડ જેવા કાર્ય શરુ કરવામાં આવ્યાં.
સુરત શહેરમાં રહેતા દૈવજ્ઞ બાંધવોના પરિવારની સંખ્યા માત્ર બત્રીસ (૩૨) જ છે. અને સમાજના સભ્યો ની સંખ્યા પણ ઓછીજ છે, છતા પણ તેઓનો સંપ અને સમર્પણ ની ભાવના સમાજને ઉતરો ઉત્તર પ્રગતીછે. તરફ દોરી જાય છે.
સુરત સમાજના સભ્યોની સંખ્યા નાની હોવા છતાં પણ તેમાથી ઉભરેલા વકિલો, એક્સાઇઝ સુપ્રીટેન્ડન્ટ, રાજકિય પક્ષનાં પ્રતિનિધી, વ્યાપારી, MA, Mcom, Mca, થયેલા વિધાર્થી ઓ તેમજ પત્રકાર જેવી વ્યક્તિઓની હાજરી નાના સમાજને મોટું ગૌરવ પ્રદાન કરી જાય છે.
ઇ.સ.૨૦૦૮ સુધીમાં સમાજ બે મંડળો વડિલ મંડળ અને યુવક મંડળ ચાલતા પરંતુ ઇ.સ. ૨૦૦૮ થી સમાજના વડીલોએ સર્વાનુમતે નિર્ણય લઇને સમાજની સંપુર્ણ બાગદોર માત્ર યુવાનોના હાતમાં સોપીને નવો ચીલો પાડ્યો છે.
વડિલો માર્ગદર્શકના રૂપેમાં ઉભાછે પરંતુ સમાજનો સંપુર્ણ કારભાર માત્ર યુવાનોના હાથ માં સોપીને સમાજને નવી રાહ બતાવી.
સુરત સમાજ ની માહિતી આપણી વેબ સાઇટ પર પ્રકાશીત કરવા માટે શ્રી નિલેશ પિતળે ને સમ્પર્ક કરો
મોબાઇલ નં. 97128 53352.
ઇ મેલ nilesh.pittle@yahoo.in
માહિતિ,
નિલેશ સુર્યકાંત પિતળે
મો. ૯૭૧૨૮૫૩૩૩૫૨
e-mail: nilesh.pittle@yahoo.in
nileshpittle@gmail.com